આદિ અનાદી કાળથી ક્ષત્રીયોનું વર્ચસ્વ દરેક ક્ષેત્ર માં મોખરાનું છે, ક્ષત્રીયોનો ઇતિહાસ ઊજ્જ્વળ છે. એક સમય એવો હતો કે રાજપૂત સમાજમાં શિક્ષણ નો વ્યાપ પ્રચાર ઓછો હતો. તેવા સમયે ભરૂચ જીલ્લાના શિક્ષક શ્રી ઓ
- સ્વ. શ્રી બાપુસિંહજી રામસિંહજી પરમાર (સેંગપોર, તા.અંકલેશ્વર, જી.ભરૂચ)
- સ્વ. શ્રી અભયસિંહજી ગુલાબસિંહજી રાજ (ગામ પારખેત તા.જી.ભરૂચ)
- સ્વ. શ્રી હઠીસિંહજી ક્લ્ય઼ાણસિંહજી રાજ (ગામ પારખેત તા.જી.ભરૂચ)
- સ્વ. શ્રી વિજયસિંહજી માનસિંહજી રાજ (ગામ ઝનોર, તા.જી. ભરૂચ)
- સ્વ. શ્રી રામસિંહજી માનસિંહજી સોલંકી (ગામ ઝનોર, તા.જી. ભરૂચ)
એ દુરદેશી વાપરી સંવત 1971 ના કારતક સુદ-1 ને તા. 20-10-1914 ના રોજ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ ની સ્થાપના કરી. સ્વ.શ્રી ખુમાનસિંહજી (ચંદુભા) કાભઇ બાવા રોજ ગામે ગામ ઝોળી લઇ ફરીને રાજપૂત સમાજના ભાઈઓ પાસેથી દાન મેળવી ભરૂચ શહેર મધ્યે 1 એકર, 38 ગુંઠા જમીન ખરીદી. આ જમીન પર સને 1955 માં સંસ્થાની માલિકીનું ” શ્રી મહારાણા પ્રતાપ રાજપૂત છાત્રાલય ” નું સંપૂર્ણ સુવિધાવાળું મકાન તૈયાર કરી, છાત્રાલય શરુ કર્યું પરિણામે સંસ્થા ભાડાના મકાનમાંથી મુક્ત બની. 99 વર્ષનાં ગાળામાં રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી, સારો અભ્યાસ કરી સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં ઊચ્ચ હોદા પ્રાપ્ત કરેલ છે. તેમજ સામાજિક સંસ્થાઓમાં, સહકારી સંસ્થાઓમાં અને રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપેલ છે. હાલમાં 24 વિધીયાથીઓ છાત્રાલયમાં રહી જુદી જીદી શાળા કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. મંડળની જીલ્લાના વિવિધ ગામોમાં કુલ જમીન 41 હે. 29 આર 23 ચો.મી. જમીન છે.
જીલ્લાના રાજપૂત કુટુંબોને કેલેન્ડર અને તે સાથે કવર આપવામાં આવે છે. જેમાં યથા શક્તિ મુજબ રકમ મૂકી ગામ પ્રતિનિધિ કાર્યકરો ને પરત કરવા નું હોઈ છે. કેલેન્ડર માં છાપવામાં આવેલ જાહેરાત અને કવરાે દ્રારા આવેલ રકમ મળી તેમાં છપામણી અને અન્ય ખર્ચ બાદ જતા વધેલી રકમ શિક્ષણ સહાય ફંડમાં લેવામાં આવે છે. આ ફંડમાંથી રાહતદરે નોટબુક, ડાયરા અને શિષ્યવૃતિ આપવામાં આવે છે. ગત વર્ષે મંડળે 7,62,000-00 ની નોટનંગ 15760 તથા ડાયરા નંગ 40860 ખરીદ કરીને રાહત દર થી નોટબુક તથા ડાયરા નું સમાજના વિદ્યાર્થીઓને વિતરણ કરેલ છે. જે રૂl. 1,77,740-00 ની શૈક્ષણિક સહાય આપવામાં આવેલ છે. આથી પણ વધુ રકમની નોટબુક તથા રજીસ્ટર ખરીદી કરવા વિચારણા કરીએ છીએ. રાજપૂત વિદ્યાર્થીઓએ સંસ્થાનો સંપર્ક કરવો અત્યાર સુધીમાં સંસ્થાને ચોપડા નોટબુકમાં કુલ રાહત સંસ્થાએ રૂl. 10,63,866-00 આપેલી છે.
Hostel
Rajput Samaj Heet Wardhak Mandal, Bharuch provides hostel facility to almost 30 students studying in different schools and colleges every year. The term-fee taken from each student is Rs 1200/- only.
NoteBook
The Organization distributes notebooks worth Rs. 5 lakhs every year. The notebooks are sold at a discount of 25% than the market to Students of our Samaj.
Vacation
More than 100 Students having cleared 9th standard are given vacation-batch tuitions by Rajput expert teachers during May-June month every year. The students are given lodging and boarding facility in the Hostel itself. Our Organization’s Donors bear the expense of providing these facility to the students.
Awards
Every year, on auspicious Vijaya Dashmi, students having scored and possessing higher degrees like PHD, MD, MBBS, ME, BE, MA, BA, Diploma,12th, 10th are awarded and felicitated in the samaj.
સંસ્થા તરફથી હવે દર વર્ષે વસંત પંચમી અને અક્ષય તૃતિયા (અખાત્રીજ) ના આસપાસના દિવસોમાં સમુહ લગ્નોત્સવ યોજાયા છે. જેમાં કુલ 643 યુગલોએ લાભ લીધો છે. ચાલુ સાલે બત્રીસમો (33) માં સમૂહ લગ્નની અને 24 માં સરળ લગ્ન ની તૈયારી કરી રહ્યા છે. ઉદયગમન ટ્રસ્ટ ના સંપૂર્ણ સહકારથી 1 રૂl. ના ટોકન ફી લઈને 19 સરળ લગ્નોત્સવ યોજવામાં આવેલ છે. જેમાં લગ્નવિધિ, કન્યાદાન વગેરે સમુહ લગ્નના ધોરણે મુજબ કરવામાં આવે છે.અત્યારસુધીમાં 211 યુંગલાએ સરળ લગ્નમાં ભાગ લીધેલ છે. જયારે સમુહ લગ્નો માં 432 યુગલો એ લાભે લીધેલે છે.
શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા આયોજીત અને ” શ્રી ગીતા – કિશન ” સોશ્યલ વેલ્ફેર ટ્ર્સ્ટ ભરૂચના સંપૂર્ણ સહયોગથી ત્રેવીસમો સરળ લગ્નોત્સવ શ્રી મહારાણા પ્રતાપ રાજપૂત છાત્રાલય, ભરૂચ ના પટાંગણમાં સંવત 2073 વૈશાખ સુદ પાંચમ ને રવિવાર ને તારીખ 30-04-2017 ના રોજ રાખેલ છે. આ શૂભ પ્રસંગે પધારવા અને નવદંપતીઓને આશીર્વાદ આપવા આપને અમારું હાર્દિક આમંત્રણ છે. આપની હાજરીથી અમને હૂંફ અને પ્રોત્સાહન મળશે.
સમુહ લગ્ન ઉત્સવ માં ભાગ લેનાર દરેક ને સંતોષ અને સારી સગવડ મળે તેવા પ્રયત્નો સંસ્થાના કાર્યકરો કરે છે. પ્રસંગ આપણો પાેતાનો છે. તેમ સમજી દરેક સહકાર અને સહયોગ આપે તેવી વિનંતી છે. અને એમાંજ અાપણા સમાજનું ગૌરવ અને શોભા છે.
Samuh Lagna
To help our Rajput Samaj and to get rid of the false customary of expenses in marriages. Our Organization organizes Samuh Lagana , every year. Token fee of Rs 5000/- is taken from each couple and rest of the expense is beared by the organiation. Each party is given full facility of 50 people. Rajput samaj-bharuch has successfully organized and registered 580 such marriages.
Saral Lagna
By the courtsey and cooperation of Shri Uday Gaman Trust, Dahej, the Samaj is able to help weak category of Brides and Grooms. The marriages are done by taking a token amount of Rs 1/- only. Our Organization has organized and registered 167 marriages.
ચાલુ સાલે શ્રી સી.વી.રાજ સંસ્કૃતિક ભવનના બાંધકામ
- શ્રી નટવરસિંહ માનસિંહજી રાજ નિકોરા રૂl. 25,000.00
- ઇન્દુબા રણજીતસિંહ ચોહાણ, મુ. કરજણ રૂl.11,000-00
- શ્રી જયદેવસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી મુ. શાહપુર રૂl. 44,000-00
- શ્રી યોગેશ સિંહ નરપતસિંહ માંગરોલા, મુ. લુણા રૂl. 25,000-00
- શ્રી મહેન્દ્રસિંહ સજાણસિંહ પરમાર, મુ. શુકલતીર્થ રૂl.11,000-00
- શ્રી હરિસિંહ સોમસિંહ પરમાર, મુ. શુકલતીર્થ રૂl.11,000-00
દાન આપેલ જે બદલ સંસ્થા તેઓ સૌનો હાર્દિક પૂર્વક આભાર મને છે.