જય માતાજી જય સોમનાથ
પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંગઠિત થઈને રહેવું એ તમામ સમાજ, જ્ઞાતિ, વર્ણ, સમૂહ, બધા જ માટે ખુબ અનિવાર્ય થઇ ગયું હોઈ ત્યારે, જિલ્લા કક્ષાએ સમાજના ઉત્થાન માટે લેવાયેલા તમામ નિર્ણયોનો ફાયદો, સમાજની હરોળમાં ઉભા રહેલા છેલ્લા રાજપૂત મિત્ર સુધી પહોંચાડવા ના હેતુને અવરોધ પહોંચાડતું કોઈક કારણ હોઈ તો એ છે સંપર્કહીનતા અને માહિતીનો અભાવ.
હવે બીમારી આપણી હોઈ તો દવા પણ આપણે જ કરવી પડે; અને એ જ હેતુથી જિલ્લામાં વસતા તમામ રાજપૂત મિત્રો માટે એક ઓનલાઇન સર્વે કરવામાં આવી રહ્યો છે; જેનો ભાગ બની પોતાના ગામ, ફળિયા, સોસાયટી, વિસ્તાર, શહેરમાં રહેતા રાજપૂત પરિવારના તમામ સભ્યોની માહિતીને આંગળી ના ટેરવે માત્ર ગણતરીની મિનિટોમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચે આપેલ તમામ માહિતીને સમજી વિચારીને, ભરી-ભરાવીને સમાજના આ ભગીરથ યજ્ઞમાં સહભાગી થવા તમામ કાર્યકર મિત્રોને સહલાગણી વિનંતી છે.